હવે ટૂંક સમયમાં વોડાફોન આઈડિયા (Vi) યૂઝર્સ 5Gનો ફાયદો ઉઠાવી શકશે. કંપનીની યોજના માર્ચ સુધીમાં દેશના 75 શહેરોમાં 5 મોબાઇલ બ્રોડબેન્ડ સેવાઓ શરૂ કરવાની છે. ખાસ વાત એ છે કે કંપની પોતાના 5જી પ્લાનની કિંમત જિયો અને એરટેલ કરતા 15 ટકા સુધી ઓછી રાખી શકે છે. આ કારણે આ બંને કંપનીઓને ભવિષ્યમાં પોતાના ટેરિફ પ્લાન પણ સસ્તા કરવા પડી શકે છે.
વીઆઈની 5G સેવા ક્યાંથી શરૂ થશે?
Vi સૌથી પહેલા 17 સર્કલમાં આવતા દેશના 75 મુખ્ય શહેરોમાં આ સર્વિસ લોન્ચ કરશે. કંપની આ શહેરોમાં તે ઈન્ડસ્ટ્રીયલ હબ્સને ટાર્ગેટ કરશે, જ્યાં ડેટાની ખપત વધુ છે. એવી પણ ખબરો છે કે આ માટે Vi ડીલર કમિશન પણ વધારવા પર વિચાર કરી રહી છે. બીજી કંપનીઓથી યુઝર્સને આકર્ષિત કરવા માટે કંપની પ્રમોશનલ ખર્ચ પણ વધારી શકે છે. Vi એ વિત્તીય વર્ષ 2023-24માં ડીલર કમિશન પર પોતાના સેલનો 8.4 ટકા હિસ્સો ખર્ચ કર્યો હતો. તેની સરખામણીમાં Jio 3 ટકા અને Airtel 4 ટકા ખર્ચ કરી રહી છે.
Vi એ આપ્યા સસ્તા પ્લાનના સંકેત
Vi ના CEO અક્ષય મુંદરા એ થોડા સમય પહેલા સંકેત આપ્યા હતા કે કંપનીના 5G રિચાર્જ પ્લાન સસ્તા રહી શકે છે અને આ બાબતમાં અંતિમ ફેંસલો લોન્ચિંગ ડેટ નજીક આવતા લેવામાં આવશે. જોકે, કેટલાક જાણકારોનું માનવું છે કે આ ફેંસલાથી Vi ના રેવન્યુ પર ખરાબ પ્રભાવ પડી શકે છે. તેમનું માનવું છે કે પહેલા કંપનીએ પોતાના ઘટતા યુઝર બેઝને રોકવો જોઈએ અને પછી પ્રાઈસિંગ રણનીતિથી મુકાબલામાં ઉતરવું જોઈએ.
VI આ કંપનીઓ પાસેથી લેશે 5G સામાન
Vi તાજેતરમાં જ નોકિયા, એરિક્સન અને સેમસંગ સાથે 5જી નેટવર્કમાં ઉપયોગમાં લેવાતી એસેસરીઝ માટે 3.6 અબજ ડોલરની ડીલ સાઇન કરી હતી. કંપનીનું લક્ષ્ય આગામી 3 વર્ષમાં 75,000 5G સાઇટ્સ બનાવવાનું છે.
